સુરત : 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, માસૂમના પરિવારને મળ્યો ન્યાય...

કતારગામ એક્સટેન્શનમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી પર ગત તા. 7 ડિસેમ્બર 2022ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી.

સુરત : 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, માસૂમના પરિવારને મળ્યો ન્યાય...
New Update

સુરત શહેરના કતારગામ એક્સટેન્શનમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી પર ગત તા. 7 ડિસેમ્બર 2022ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બન્ને પક્ષના વકીલોની ધારદાર દલીલો બાદ આરોપી વિરુદ્ધ સુરત કોર્ટના ન્યાયાધીશ દ્વારા ફાંસીની સજાના હુકમ પર મહોર મારવામાં આવી છે.

ગત તા. 7 ડિસેમ્બર, 2022ના રોજ સુરતના કતારગામ એક્સટેન્શનમાં રહેતા પરિવારની 7 વર્ષની બાળકી તેના ઘર નજીક કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગઈ હતી, ત્યારે આરોપી મુકેશ ચીમનલાલે બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યરબાદ આરોપી મુકેશ ચીમનલાલે બાળકીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને કોથળામાં ભરીને ઘરમાં રાખેલા પલંગની અંદર સંતાડીને ફરાર થઈ ગયો હતો. યુવતીના પરિવારજનોએ તેની શોધખોળ કર્યા બાદ તેનો પત્તો ન લાગતાં ચોકબજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ અને પરિવારની તપાસના એક મહિના બાદ જાણવા મકળ્યું કે, પોતાની માસૂમ બાળકી 30 નંબરના રૂમ નજીક જોવા મળી હતી, ત્યારબાદ પોલીસે પંચોને બોલાવ્યા, જ્યાં લોકોની હાજરીમાં ઘરનું તાળું તોડી ઘરમાં તપાસ કરી પલંગમાં છુપાવેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી આરોપી મુકેશ ચીમનલાલની ધરપકડ કર્યા બાદ તેને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં પોલીસ અને ફરિયાદ પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી કુલ 86 નક્કર પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે સુરત કોર્ટના ન્યાયાધીશે આરોપી મુકેશ ચીમનલાલને ફાંસીની સજા જાહેર કરી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #accused #Surat #rape #Court #Girl #sentenced #Rape case #Death penalty
Here are a few more articles:
Read the Next Article