સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો...

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી

New Update
સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો...

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જોકે, નરાધમ બાળકીના મૃતદેહનો નિકાલ કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

સુરત શહેરના કતારગામ વિસ્તારના વાળીનાથ ચોક ખાતે ગત તા. 7 ડિસેમ્બરના રોજ 7 વર્ષીય બાળકી ગુમ થઇ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાય હતી. આ દરમ્યાન બાળકીનો મૃતદેહ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલા પેટી પંલગમાંથી બાળકીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે નરાધમ આરોપીની પૂછપરછ કરતા 2 દિવસ પહેલા નરાધમે સવારના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાના રૂમમાં લઇ ગયો હતો, અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી બાળકીના મૃતદેહને પોતાના જ ઘરમાં રહેલી પેટી પંલગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હોવાનો ખુલાસો પોલીસ સમક્ષા કર્યો હતો. જોકે, આ આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories