સુરત : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગેર’કાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.

New Update

સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાનો મામલો

લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કર્યો : પોલીસ

પોલીસ દ્વારા 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરાય

સૈયદપુરામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત બાજ નજર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરાયા

સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરી છે. સૈયદપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છેજ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા.

સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. પોલીસે ટોળાંને વિખેરવા 10થી વધુ ટીયરગેસના સેલ છોડી લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડાં ઉતારી કોમ્બિગ શરૂ કરાયું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. જોકેફરી કાંકરીચાળો ન થાય તે માટે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ-શેરીઓમાં એકત્ર થતાં ટોળા પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

સુરતના સૈયદપુરામાં ગણપતિ મંડળમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તો બીજી તરફઆજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરા વિસ્તારમાં દબાણ થયેલી મિલકતો પર કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છેજ્યાં દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી હતીજ્યારે લારી-ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને પણ દૂર કરવામાં આવી રહી છે. શ્રીજી પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યુ હતું કેટોળાં વિરુદ્ધ 3 ગુન્હા દાખલ કરી કોમ્બિંગ દરમ્યાન 28 જેટલા અસમાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ પોલીસ પર થયેલા હુમલાની કલમનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છેત્યારે હાલ તો તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશેતેવું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યુ હતું. વધુમાં સુરત પોલીસ દ્વારા લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

 

Latest Stories