Connect Gujarat
સુરત 

સુરત : 'તિરંગા પદયાત્રા' બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.

X

આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતના પીપલોદ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વે નિર્માણકાર્ય સમીક્ષા કરી હતી.દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે.સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામે સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ એક્સપ્રેસ વે પ્રોજેકટની વીડિયો ફિલ્મને પણ નિહાળી હતી. દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતના વિકાસની નવી ચેતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ગણાવી હતી.

Next Story