સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Read the Next Article

સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

New Update
  • સુરતના મહેમાન બન્યા જયપુરના મેયર

  • સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીની મહેમાનગતિ માણી

  • શહેરની કામગીરી અને સ્વચ્છતાની કરી પ્રશંસા

  • ગુલાબી નગરી જયપુર પણ બનશે સ્વચ્છ શહેર

  • ભારતના દર્શન સુરતમાં થયા હોવાની લાગણી કરી વ્યક્તિ

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની  કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં  તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.

વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.