સુરત: હત્યા અને આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો,પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ,પતિ થયો ફરાર

સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

New Update
  • હત્યા-આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો

  • પાંડેસરામાં ઘરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

  • પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા

  • ઘટના બાદ પતિ થયો ફરાર

  • પોલીસે ઘટના અંગે શરૂ કરી તપાસ 

સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી માંથી અરેરાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે,એક મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતા સ્થાનિક લોકોને કંઈક અજુગતું બન્યું હોવાની આશંકા જન્મી હતી,અને તેઓએ રૂમના માલિકને જાણ કરી હતી,અને પાંડેસરા પોલીસને આ અંગેની માહિતી આપવામાં આવી હતી.તેથી પોલીસે દોડી આવીને રૂમનો દરવાજો ખોલીને તપાસ કરતા એક મહિલાની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી,મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,જ્યારે હાલ મહિલાનો પતિ ફરાર હોવાનું જાણવા મળ્યું છે,પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેણીની હત્યા પાછળનું કારણ જાણવા સહિત તેના પતિની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં હત્યા,આત્મહત્યા સહિતના ગંભીર ગુન્હાઓની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.જાણવા મળ્યા મુજબ માત્ર વીત્યા 24 કલાકમાં જ ચાર લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું,ત્યારે વધી રહેલી ગંભીર ઘટનાઓએ લોકોમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે.