સુરત : STની ઉધનાથી અંબાજી અને ઔરંગાબાદની બસ સેવાનો પ્રારંભ, વાહનવ્યવહાર મંત્રી રહયાં હાજર

દિવાળીના વેકેશનમાં સુરતથી વતન જઇ રહેલાં લોકો પાસેથી લકઝરી બસના સંચાલકો મનસ્વી રીતે ભાડુ વસુલતાં હોવાની ફરિયાદો ઉઠી છે

સુરત :  STની ઉધનાથી અંબાજી અને ઔરંગાબાદની બસ સેવાનો પ્રારંભ, વાહનવ્યવહાર મંત્રી રહયાં હાજર
New Update

દિવાળીના વેકેશનમાં સુરતથી વતન જઇ રહેલાં લોકો પાસેથી લકઝરી બસના સંચાલકો મનસ્વી રીતે ભાડુ વસુલતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે એસટી નિગમે ઉધના ડેપોથી અંબાજી અને ઔરંગાબાદના બે નવા રૂટ શરૂ કર્યા છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા ઉધનાથી અંબાજી અને ઉધનાથી ઓરંગાબાદ એમ બે નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે. રાજયના વાહનવ્યવહાર વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ બંને રૂટની બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયના શહેરોને એસટી બસના રૂટથી અંબાજી સાથે જોડવામાં આવશે. લકઝરી બસના સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ સામે કઈ રીતે આગળ વધવું તે માટેની પણ વિચારણા ચાલી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં બસ ડેપો પર તમામ સુવિધા અને સગવડ લોકોને મળી રહે તે માટે આવનારા બજેટની અંદર પણ તેની જોગવાઈ કરવામાં આવશે તેવું તેમણે કહયું છે.

દિવાળીનું પર્વ ઉજવવા માટે સુરતથી લાખો લોકો સૌરાષ્ટ્ર તથા અન્ય શહેરોમાં જતાં હોય છે. ખાનગી લકઝરી બસોમાં મનસ્વી રીતે ભાડા વસુલવામાં આવે છે ત્યારે એસટી વિભાગ દ્વારા 1100 ના બદલે 1450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. એસટીએ આખી બસ બુકિંગની પણ સુવિધા આપી છે. આખી બસનું બુકિંગ થયા બાદ બસ જે તે વિસ્તારમાં જઇને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડશે. વધારાની એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં માત્ર 25 ટકા વધારા સાથે ટિકિટના દર નક્કી કરાયા છે.

#Gujarat #CGNews #Surat #GujaratiNews #GSRTC #Ambaji Mandir #Aurangabad #purneshmodi #StBus #NewsUpdateFast #Surat To Ambaji #GujaratStateTransportCorporation #Udhna
Here are a few more articles:
Read the Next Article