Connect Gujarat
સુરત 

સુરત : પાસોદ્રામાં સરેઆમ યુવતીની થયેલી હત્યાના બનાવ બાબતે MDO સંસ્થા દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર અપાયું

ગત શનિવારે સુરતના પાસોદરા પાટીયા નજીક એક તરફા પ્રેમમાં પાગલ પ્રેમીએ ગ્રીષ્માબેન વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજરો સામે ખુલ્લેઆમ છડેચોક ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી , ફેનીલ પંકજ ગોયાણી નામના નરાધમ દ્વારા ખુલ્લેઆમ આ યુવતીની હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં આરોપીને કડકમાં કડક સજા આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા આજરોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફેનીલ નામના નરાધમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેને ખુલ્લામાં ફાંસી આપવામાં આવે જેથી અન્ય લોકો આવું કૃત્ય કરતાં અટકી શકે અને બીજા લોકોને પણ સબક મળી શકે છે. આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા આજરોજ ઝઘડિયા મામલતદાર તેમજ નાયબ કલેકટર અને કલેકટર કચેરી ભરૂચ તેમજ ડીએસપી ઓફિસ ખાતે આવેદનપત્રની કોપી રવાના કરવામાં આવી હતી.

Next Story