/connect-gujarat/media/post_banners/b8402c3e4f90b2edc47e15e80dd2ed891447f91e17939ca250dc6d752e17276e.jpg)
સુરતના કતારગામ અને ચોક વિસ્તારને જોડતા ઓવરબ્રિજ નીચે મનપા સંચાલિત સિટી બસનો અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અથડાતા એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોય તે રીતે બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો.
સુરત શહેરના કતારગામ અને ચોક વચ્ચેના ઓવરબ્રિજ નીચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર GJ-05-BX-3321ના ચાલક પ્રવીણ ચૌહાણે ગફલત ભરી રીતે હંકારતા બસ ઓવરબ્રિજ નીચેના પિલર સાથે ધડાકાભેર અથડાય હતી. જેના કારણે બસમાં ભરેલા મુસાફરોમાંથી એક વૃદ્ધ મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી. જોકે, મુસાફરોએ જણાવ્યું હતું કે, સિટી બસનો ચાલક દારૂના નશામાં હોય તે રીતે બસ ચલાવતો હતો. બસ અથડાયા બાદ આગળનો કાચ તૂટી ગયો હતો. જોકે, બસ અથડાયા બાદ બ્રિજના પિલરને કોઈ મોટું નુકસાન થયું નહોતું. પરતનું અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પર જ બસ મૂકીને ફરાર થઈ ગયો છે, ત્યારે રોષે ભરાયેલા કેટલાક લોકોની બસમાં તોડફોડ કરી હતી.