Connect Gujarat
સુરત 

સુરત : શાળાઓ બાદ ડાયમંડ ઉદ્યોગમાં પણ 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત...

સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પણ દિવાળી વેકેશનની એસોસીએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

X

સુરત શહેર ડાયમંડ ઉદ્યોગ દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શાળાઓમાં અપાયેલ 21 દિવસના વેકેશનની સાથે જ રજાઓ જાહેર થતાં મોટા ભાગની પેઢીઓ વેકેશન ઉપર ઉતરી રહી છે. એક તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પણ દિવાળી વેકેશનની એસોસીએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે, દર વર્ષે આ વેકેશન 15થી 25 દિવસનું હોય છે. જેમાં નાના મોટા અલગ અલગ યુનિટો દિવાળી વેકેશન માટે પોતે નિર્ણય લેતા હોય છે.

પરંતુ આ વર્ષે સુરત ડાયમંડ ઉદ્યોગમાં દિવાળીના તહેવાર નિમિત્તે 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ વેકેશનની જાહેરાત થતાં જ મોટા ભાગની પેઢીઓ તા. 1 નવેમ્બરથી વેકેશન ઉપર ઉતરી રહી છે. રત્ન કલાકારો શાળાઓમાં અપાતાં દિવાળી વેકેશનની રજાઓને જ અનુસરતા હોવાથી 21 દિવસ માટેના વેકેશન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story