સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ

14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય

સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ
New Update

સુરત જિલ્લા કોર્ટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ એક બાદ એક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના અઠવા વિસ્તારમાં 14 વર્ષીય કિશોરી અને માતા સાથે તાંત્રિક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

સુરત શહેરના અઠવા વિસ્તારમાં તાંત્રિક વિધિ કરવાના બહાને પોતાના જાળમાં ફસાવી માતા અને પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર 32 વર્ષીય આરોપી કમાલ બાબા અખ્તર શેખને કોર્ટે દોષી જાહેર કર્યો છે. દોષી જાહેર કર્યા બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ કિશોરી અને માતા સાથે દુષ્કર્મ આચરતા માતાએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદના આધારે અઠવા પોલીસે આરોપી કમાલ બાબા અખ્તર શેખની ધરપકડ કરી પોસ્કો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. હાલ કોર્ટે ગુનામાં 32 વર્ષીય આરોપી કમાલ બાબા અખ્તર શેખને આજીવન કેદની સજા ફટકારી છે.

#Connect Gujarat #mother #accused #crime #Surat #life imprisonment #daughter #molesting
Here are a few more articles:
Read the Next Article