/connect-gujarat/media/post_banners/6197364bf8425867ca53baf5fd9d5bcacf0676aa5774ee6fe3dd362eb9b87c60.jpg)
મોદી સરકારના 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભાજપના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામા યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 9 વર્ષ પૂર્ણ થયે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કાપડનગરી સુરતમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો પ્રશાંતભાઈ કોરાટે હાજર રહી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.સુરતના અઠવાગેટ ચોપાટીથી કારગિલ ચોક સુધી બાઈક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા અને રેલીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટે લોકસભાની બેઠકો 5 લાખના માર્જિનથી જીતવા હાકલ કરી હતી