Connect Gujarat
સુરત 

સુરત: આવતીકાલે ભાજપનો સ્નેહમિલન સમારોહ, 30 હજાર કાર્યકરો હાજર રહે એવી શક્યતા

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

X

સુરતમાં આવતી કાલે ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ સુરતમાં યોજાશે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જાર લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રી સહીત ભાજપના નેતાઓ પણ ઉપસ્થીત રહેશે

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકાના સ્નેહ મિલન કરતા સુરત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમટાઉન હોવાથી આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે. સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.તેમજ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. આ કાર્યકમમાં જમણવાર સુધીની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પેજ કમિટી થી લઈને બુથ કમિટી અને તેના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પુર્ણેશ મોદી, વીનુ મોરડિયા, તમામ ધારાસભ્ય, કોર્પોરેટરો, બીજેપના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.

Next Story
Share it