Connect Gujarat
સુરત 

સુરત : પ્રેમીએ પ્રેમિકાના ઈશારે બનેવી પર કર્યો કુહાડી વડે હુમલો, જુઓ હ્રદય હચમચાવતા CCTV

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના બનેવી પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના બનેવી પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, CCTVમાં કેદ હુમલાની ઘટના બાદ પ્રેમિકાના ઈશારે હત્યાના પ્રયાસનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં આવેલ તૈયબા એપાર્ટમેન્ટમાં રહેતા સલિમ હાસીમ સાદીકિ ગત તા. 14મી જાન્યુઆરીના રોજ ઘર નજીક ત્રણ બત્તી વિસ્તારમાં કોઈ કામ માટે ગયો હતો, જ્યાં પાછળથી કોઈક ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી ઘા માર્યા હતા, ત્યારે હુમલો દરમ્યાન સ્વબચાવ માટે વળતો જવાબ આપતા સલિમ જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સલિમને માથામાં 2 ઘા અને 9 ટાંકા, ડાબા હાથની કોણી ઉપર 3 અને શરીર ઉપર ઘાની પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સલિમની સાળીના ઈશારે તેના પ્રેમી સજ્જાદ દ્વારા પતાવી દેવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પણ પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું પણ ઇજાગ્રસ્તે જણાવ્યું હતું. જોકે, હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હોવાના CCTV ફૂટેજ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Next Story
Share it