કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રોડ પર સુકવવા મુકેલો ડાંગરનો પાક પલળી ગયો
ડાંગરનો પાક પલળી જતા મોટું નુકસાન
મંડળીમાં મોકલતા પહેલા જ પાક પલળી ગયો
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે,રોડ પર સુકવા માટે મુકેલો ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતો માટે આકાશી આફત ચિંતાનું કારણ બની છે.
સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીની મોસામના આગમન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.અને કમોસમી વરસાદ વરસતા જગતના તાતની હાલત ખુબ જ દયનિય બની છે.સુરતમાં કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું છે,જેમાં કેટલાક ખેડૂતોએ ડાંગરનો પાક લણીને રોડ પર સૂકવવા માટે મુક્યો હતો,અને હવે જ્યારે સરકારી મંડળી કે જિનિંગ મિલમાં ડાંગરનો પાક મોકલવાની તૈયારી જ કરતા હતા,ત્યાં કમોસમી વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો હતો,પાક પલળી જવાના કારણે હવે મંડળી કે જિનિંગ મિલમાં ડાંગરનો પાક સ્વીકારવામાં નહીં આવે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની સાથે આર્થિક નુકસાનીનો ભોગ પણ ખેડૂતો બન્યા છે,ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતરૂપ આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.