ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સંમેલનમાં હાજરી આપી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજસિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સામેલનમા હાજરી આપી હતી જેમાં અલગ અલગ રાજ્યના પરપ્રાંતી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગ્રેસર ગુજરાત અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ગિરિરાજસિંહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા તેઓએ જણાવ્યુ હતું કે ચૂંટણી પહેલા લોકો રામને કાલ્પનિક કહી રહ્યા હતા તેઓ આજે અયોધ્યા જઈ રહ્યા છે. સાથે જ તેઓએ ભાજપ આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવશે એવો દાવો કર્યો હતો.