સુરત : ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ચિરાગ ગોટીનું કોર્ટમાં આત્મસમર્પણ,ભાગીદારને ફસાવવા કારમાં મૂક્યું હતું ડ્રગ્સ

સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો.

New Update
  • ભાગીદારને ફસાવવા માટે રચ્યું કાવતરૂ

  • કારમાં એમડી ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું

  • કાવતરૂ રચનાર ચિરાગ ગોટી હતો ફરાર

  • સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા હતા રદ

  • ફરાર ચિરાગે કોર્ટ સમક્ષ કર્યું સરેન્ડર

સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો,તેને કોર્ટ સમક્ષ સમર્પણ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતમાં અંદાજિત 10 મહિના પહેલા વેડરોડ ગુરુકુળ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપોર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટીતેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા. આ સાથે જ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો.

આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું તેમજ ચિરાગ આઠ મહિનાથી વોન્ટેડ હોવાની પણ દલીલો થઈ હતી. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે નિરાંતની જામીન અરજીમાં મુદત આપી હતીજ્યારે ચિરાગને બે અઠવાડિયાનો સમય આપીને સરેન્ડર થવા માટેની ટકોર કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચિરાગ ગોટી એડવોકેટ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર થયો હતો. કોર્ટે તેનો કબજો પોલીસને સોંપ્યો હતો અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

Latest Stories