-
વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરાયો
-
રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલનું નિર્માણ
-
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું
-
ટર્મિનલ સવારે 4થી રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે
-
આ સેવાનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો
સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેર તથા જિલ્લાના પરિવહન તંત્રને સુ-વ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝીઝ હબ બનાવવામાં આવ્યું છે. જેમાં રેલવે, GSRTC, સીટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર પ્રતિદિન 20 હજારથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન નજીક નવું સીટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સીટી બસ દોડી રહી છે. એટલે કે, દરરોજની 4,500 ટ્રીપ આ બસો દ્વારા હંકારવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સીટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.