/connect-gujarat/media/post_banners/b119f2e4b917a1ac0eb85de3507361b50e27ac47aaaf2ff8f23ffad42fa9c882.jpg)
પાલિકામાં ભાજપ સાશકો દ્વારા એક કરોડથી પણ વધુના ખર્ચે ઇનોવા કારની ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે નિર્ણય પર આજ રોજ મળનારી સંકલન બેઠકમાં આખરી મ્હોર મારવામાં આવનાર છે.ત્યારે ભાજપ સાશકોના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા સભાખંડ બહાર સંકલન બેઠક મળે તે પહેલા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
સુરતના મુગલીસરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરીના સભાખંડ બહાર આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.એક તરફ પાલિકાની તિજોરી તળિયા ઝાટક બની છે,ત્યારે ભાજપ સાશકો પ્રજાના પરસેવાની કમાણી પર લીલાલહેર કરવા કરોડોના ખર્ચે ઇનોવા કારની ખરીદી કરવા જઈ રહ્યા છે.જેની સામે આમ આદમી પાર્ટીના નગરસેવકો સહિત વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈ ભાજપ સાશકો સામે પાછલા બારણે ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા છે.જ્યાં પ્રજાના પરસેવાની કમાઈ નો ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો હોય,વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.