સુરત : લક્ઝરી કારના કાફલા સાથે રેલી કાઢીને વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ સર્જાયો,પોલીસે શરૂ કરી તપાસ

ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢી હતી,જે ઘટના વિવાદનું કેન્દ્ર બની છે,અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • વિદ્યાર્થીઓના સીન સપાટાનો મામલો

  • 30 લકઝરી કારમાં કાઢી હતી રેલી

  • બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી પહેલા કાઢી રેલી 

  • ટ્રાફિકના નિયમોનો કર્યો છડેચોક ભંગ

  • પોલીસે શરૂ કરી કાર્યવાહી 

સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢી હતી,જે ઘટના વિવાદનું કેન્દ્ર બની છે,અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીધામમાં વિદ્યાર્થીઓએ કાર સાથે જોખમી સ્ટંટ કર્યા હતા,અને કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ કાર્યવાહી કરવામાં આવી હતી,હજી આ તાજી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ થઇ નથી,ત્યાં જ ગાંધીધામની ઘટનાનું પુનરાવર્તન સુરત ઓલપાડ સ્કૂલની ઘટનામાં થયું છે.

સુરતના જહાંગીરપુરાના ડીમાર્ટ થી ઓલપાડના નરથાનની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફ માંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા.આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. જાણવા મળ્યા મુજબ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આવી કોઈ જ પરમિશન આપવામાં આવી નહોતી,જ્યારે પોલીસ દ્વારા પણ ઘટનામાં જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Latest Stories