સુરત : ભટારમાં ધર્મ પરિવર્તનની ઘટનાથી ચકચાર,દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાના આક્ષેપ

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,

New Update
  • ભટાર વિસ્તારની ચર્ચાસ્પદ ઘટના

  • દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકારના આક્ષેપ

  • બીમાર યુવકને ખ્રિસ્તી ધર્મ અપનાવવા જણાવાયુ

  • ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો સાજો થઈ જશેની લાલચ આપી

  • યુવક મોતને ભેટતા તેમની અંતિમ વિધિ માટે કોફીન પણ લાવ્યા

  • હિન્દુ મહાસભા દ્વારા વિરોધ કરીને વિધર્મીઓને ભગાડ્યા 

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઇ જશે તેવી લાલચ આપવામાં આવી હતી.

સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈ હતી.એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઈ જશે તેમ કહી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાતુ હોવાનો હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.યુવકનું બીમારી બાદ મોત થતા આજે ફરી ચર્ચથી અમુક લોકો દબાણ કરવા આવ્યા હોવાનો પણ હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો હતો.હિન્દુ મહાસભાનો આરોપ છે યુવકના મોત બાદ ચર્ચથી અમુક લોકો કોફીન લઈને આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ અનુસાર યુવકની અંતિમવિધી કરવા પરિવારજનોને દબાણ કરતા હતા.

જો કે આ વાતની જાણ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.અને ચર્ચથી આવેલા લોકોને ત્યાંથી તગેડી મુક્યા હતા.તેમજ ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા દબાણ ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. 

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.