સુરત : "દીક્ષાંત સમારોહ", દક્ષિણ ગુજરાતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની પી.પી.સવાણી યુનિવર્સિટી...

સુરતમાં આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત : "દીક્ષાંત સમારોહ", દક્ષિણ ગુજરાતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની પી.પી.સવાણી યુનિવર્સિટી...
New Update

સુરતમાં આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હવે પી.પી.સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની છે.

દક્ષિણ ગુજરાતના હાર્દમાં વસેલી પી.પી.સવાણી યુનિવર્સિટી, સુરત દ્વારા દ્વિતિય દીક્ષાંત સમારોહની યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિરીંગ, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિઓથેરાપી, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઇન્ટરિયર ડિઝાઇન અને બેચલર ઓફ બિઝનેશ એડમિનીસ્ટ્રેશનના વિધાર્થીઓને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની ડિગ્રી તથા "16 ગોલ્ડ મેડલ" અને 556 ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ પદ્મશ્રી અનિલ ગુપ્તાએ વિદ્યાર્થી અને શિક્ષકોને શિક્ષણમાં તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ ગ્રુપ મેનુફેક્ચરિંગ સર્વિસીસના એડવાઇઝર પ્રેસિડેન્ટ નીલમકુમાર વાલેચા અને પદ્મશ્રી અનિલ ગુપ્તા વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા ઉપસ્થિતિ આપી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પી.પી.સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભ સવાણી, ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર સતીષ બિરાદર, ટ્રસ્ટીગણ સહિતના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

#BeyondJustNews #Students #South Gujarat #Surat #celebrations #Convocation ceremony #University #Surat News #Conenct Gujarat #PP Savani University
Here are a few more articles:
Read the Next Article