સુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ

સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી

New Update
સુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ

સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી.

સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી. જેમાં ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી અને ત્યાંથી રૂ. 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં ચોરો પૈકી બેને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. ચોરીમાં 15 દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. વતનમાં રહેતી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા. જે ખર્ચ પૂરો કરવા માટે એમપાલે બિલ્ડરની ઓફિસમાં હાથ માર્યો હતો અને સાથે જ પોતાના પરિવાર પર દેવું હતું. જે બાબતે ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુપ્ત ઓપરેશન ગોઠવી એમપાલ સહિત તેના નાના ભાઇ નેપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથા ધરી છે.

Latest Stories