સુરત: ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીની સચિન વિસ્તારમાંથી કરી ધરપકડ

દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

New Update
  • સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • સચિન વિસ્તારમાંથી આરોપીની કરી ધરપકડ

  • દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી થયો હતો ફરાર

  • 13 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ

  • દિલ્હીના માલવીયનગર પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો

દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદકુમાર બંસલને ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ગુર્જર તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની 13 વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 1.78 લાખની ચોરી કરી હતી અને પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી આરોપી રાહુલ ગુર્જરે અવાર નવાર દુષ્કર્મ આચરી ગુનો આચર્યા હતો. જેથી આ સમગ્ર મામલે દિલ્હીના માલવીયા નગર પોલીસ મથકમાં ગત 09/07/2024ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉતરાખંડથી ઝડપી પાડ્યો હતો અને દિલ્હી લાવતી હતી તે દરમિયાન ઉતરપ્રદેશના મુજફફરપુરના ખતૌલી વિસ્તારમાં હોટલમાં જમવા માટે રોકાયેલા હતા જ્યાં આરોપી રાહુલ દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.
Latest Stories