-
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા
-
2 અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ
-
કરોડો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
-
MD ડ્રગ્સ સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી
-
ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ : પોલીસ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 અલગ અલગ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા સાંપડી છે. પોલીસની 2 અલગ-અલગ ટીમોએ એક જ રાતમાં 2 વિસ્તારોમાંથી કરોડો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
જેમાં પોલીસની એક ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાંથી 2 આરોપીઓને 1 કિલોના MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 97.37 લાખ જેટલી થવા જઈ રહી છે. આ બન્ને આરોપીઓ કોસંબાથી MD ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બન્ને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં મારામારી, ચેઇન અને મોબાઈલ સ્નેચિંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. તો બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી 3 આરોપીઓને 554.82 ગ્રામના MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 55.48 જેટલી થવા જઈ રહી છે. આ ત્રણેય આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી MD ડ્રગ્સ લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ઈરફાન પાઠણ કે, જે રાજસ્થાનમાં B.Comનો અભ્યાસ કરે છે, અને તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી પણ છે, જ્યારે આરોપી મોહમ્મદ તૌસીફ કે, જે મોગલસરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવે છે.
તો આરોપી અસફાક કુરેશી કે, જે સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ધરાવે છે, ત્યારે હાલ તો સુરત પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી MD ડ્રગ્સનો જથ્થો ક્યાંથી, કોની પાસેથી તેમજ સુરતમાં કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.