Connect Gujarat
સુરત 

સુરત: હ્રદય રોગના કારણે મોતનો સિલસિલો યથાવત !,મહિલા અને યુવાનનું અચાનક જ મોત નિપજયુ

સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

X

સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. બંને વ્યક્તિ અલગ અલગ સોસાયટીના રહેવાસી છે. ટીવી જોતા જોતા બંનેને હાર્ટ એટેક આવતા મોતની નીપજ્યું હતું.

સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોઈને ચાલતા ચાલતા કે બાઈક ચલાવતી વખતે હાર્ટ એટેક આવી જવાથી મોત નીપજવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વધુ એક બે કિસ્સા સચિન વિસ્તારમાં બન્યા છે.ટીવી જોતા જોતા બે લોકોને હાર્ટ એટેક આવી જતા નીપજ્યા છે. શહેરના સચીન વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન પાસે રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલાલ નામનો યુવક જમીને ઘરમાં ટીવી જોતો હતો.ટીવી જોતા જોતા અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃતક જાહેર કર્યો હતો.

બીજી બાજુ સચિન વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે ટીવી જોતા જોતા 43 વર્ષીય મહિલાને હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર ખાતે રહેતા નયનાબેન શૈલેષભાઈ રાઠોડના ઘર નીચે લગ્ન પ્રસંગ હતો. નયનાબેન રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગમાંથી જમીને ઘરે આવ્યા હતા અને ટીવી જોતા હતા. અચાનક નયનાબેન બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ નયનાબેન ને મૃતક જાહેર કર્યો હતો

Next Story