Connect Gujarat
સુરત 

સુરત: ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન,સ્થાનિકોએ કર્યો વિરોધ

ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

X

સુરતના ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વિશાળ રેલી નીકળી હતી

સુરતમાં ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન કર્યા બાદ થઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં રિંગરોડ આંબેડકર પ્રતિમાથી મોટી સંખ્યામાં મોરચો કાઢીને જિલ્લા કલેકટરને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરમાં રજૂઆત કરાઈ હતી કે 3400 થી વધુ સર્વે ફોર્મ પૈકી 400થી વધુ પરિવારો એવા છે જેમની સર્વે અરજીઓ પ્રાંત કચેરી દ્વારા ફગાવી દેવામાં આવી છે આ લોકો ઘર વિનાના રહી જશે આથી તેમને આવાસ માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવે. 300થી વધુ પરિવારો એવા છે જેમને કોર્ટ દ્વારા ખાતરી આપવામાં આવેલ છે છતાં લાભાર્થીને કોઈ રકમ મળેલ નથી સાથે જ અયોગ્ય જાહેર કરાયેલી અરજી અને જરૂરી પુરાવા સાથે આવાસ માટે ફરીથી અરજી કરવાની મંજૂરી આપવામાં માંગ કરાઈ છે

Next Story