Connect Gujarat
સુરત 

સુરત: પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા

સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે

X

સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે.

સુરત જ નહીં પરંતુ દેશ વિદેશમાં નવરાત્રીના તહેવારને લઈને ઉત્સાહ હોય છે મહિનાઓ પૂર્વે નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે પરંતુ નવરાત્રીની શરૂઆતમાં જ આજે પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદને લઈને નોકરીએ જતા લોકો અટવાયા હતા બીજી બાજુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયોમાં નિરાશા જોવા મળી છે શેરી ગરબા અને ખુલ્લા પ્લોટ પર શહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભારે વરસાદ વરસતા શેરીઓમાં, ખુલ્લા મેદાનમાં પાણી ભરાયા હતા ત્યારે ગરબાના આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા હતા

Next Story