/connect-gujarat/media/post_banners/0236338408c28917bf85ce0c116fc28fdef9add68ec24ca1890c41e2a72fb863.jpg)
સુરત : વિશ્વ ક્ષય દિવસે 101 દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશનલ કીટનું વિતરણ, લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયાસુરત મહાનગરપાલિકા દ્વારા આજે તા. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટીબીના 101 દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે તા. 24 માર્ચના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમાજના દરેક વર્ગના લોકો માટે લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, ત્યારે સુરત ખાતે પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને મેયર હેમામાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં ટીબીના 11 દર્દીઓને પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબી સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે, તેમ છતાં વિશ્વમાં સૌથી વધુ 27% ટીબીના કેસ ભારતમાં જ જોવા મળતા હોય છે. તેનું મુખ્ય કારણ સારવારને અધૂરી છોડવાનું દર્દીઓનું વર્ણન છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરની મુલાકાત લઈ દર્દીની સારવાર શરૂ કરવામાં આવે છે. દર્દીને સારા પૌષ્ટિક ખોરાક મળે તે માટે પોષણ યોજના હેઠળ તેમના બેન્ક ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા કરવામાં આવે છે, ત્યારે સુરત સિટીમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં 10 કરોડ જેટલા દર્દીઓના બેન્ક એકાઉન્ટમાં સહાય રકમ જમા કરવામાં આવી છે.