સુરત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન યોજાયું, ડ્રગ્સના દૂષણ અને લવ-જેહાદ મામલે કર્યા આકરા પ્રહાર

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત ખાતે પોલીસ વિભાગના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી,

New Update
  • ડે. સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ હર્ષ સંઘવીની મુલાકાત

  • પોલીસ વિભાગનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતી

  • કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી

  • ડ્રગ્સના દૂષણ અને લવ-જેહાદના મામલે કર્યા આકરા પ્રહાર

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત ખાતે પોલીસ વિભાગના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ પોતાના હોમ ટાઉન સુરતની પ્રથમ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરત શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સૌને દીપાવલીની શુભકામનાઓ પાઠવતાં પોલીસ પરિવારના બલિદાનની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે દીપાવલીના શુભ પર્વે હું આપને અને આપનાં પરિવારજનોને શુભકામનાઓ પાઠવું છું. આ અવસરે તેઓએ રાજ્યના કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. ખાસ કરીને ડ્રગ્સના દૂષણ અને લવ-જેહાદના મામલે આકરા પ્રહાર કરી પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, હવે નાના-નાના ડ્રગ્સ-પેડલરો પર હલ્લાબોલ થશે.

ડ્રગ્સના દૂષણને રાજ્યમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં, પણ લડત છે અને આ લડત આરપારની લડાઈ છે. આ સાથે જ સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના, પરંતુ નામ બદલીને ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય તેમ તેઓએ જણાવ્યુ હતું. પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ગૃહમંત્રી તરીકે ચાર્જ સાંભળ્યો ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે, આ સૌથી કઠિન વિભાગ છે, અને તેને સમજવામાં સમય લાગશે. જોકે, તેમણે ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય સંભાળતા અમિત શાહની બેઠકો અને કાર્યશૈલીને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સમજીને વિભાગને જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યુ હતું કે, મને એક એવા વિચારશીલ મુખ્યમંત્રી અને ટીમ લીડર મળ્યા છે, જે નાની ભૂલ થાય તો મુખ્યમંત્રી તરીકે નહીં, પણ ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપે છે.

Latest Stories