સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

New Update
  • સુરતના કામરેજનો ચકચારી બનાવ

  • વાવ ગામે શ્વાન બાળકીને ખેંચી ગયું

  • માતા રસોઈ બનાવતી હતી એ દરમ્યાન બની ઘટના

  • હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહીં

  • પોલીસે ડ્રોન કેમેરાની લીધી મદદ

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી ત્યારે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે.હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી.તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦ થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.
Read the Next Article

સુરત : પાંચ વર્ષ પહેલા ચોરાયેલી મોપેડના ઈ-મેમોથી પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ,ચાર વર્ષમાં બે મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું

કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે.

New Update
  • ટ્રાફિક અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ

  • કતારગામમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

  • પાંચ વર્ષ પહેલા ચોરાઈ હતી મોપેડ

  • ચોરાયેલી મોપેડના મૂળ માલિકને મળી રહ્યા છે મેમો

  • એકટીવાના ચાલક સાથેના બે વખત આવ્યા મેમો

  • પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ

સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે. પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઇડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. દરમિયાન 2022માં સોસીયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા.

2023માં કતારગામ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા.

નરેશ ધોળાએ જણાવ્યું હતું કેમારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને બે મેમા મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે. પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ મને તો એવું કહ્યું હતું કે તમારો ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ ગમે એમ કરીને મને મારી ગાડી અપાવો તેવી માંગ તેઓએ પોલીસ સમક્ષ કરી રહ્યા છે.

Latest Stories