સુરત: વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત નબીરાએ 10 બાઇક ઉડાડી, 4ને પહોચી ઇજા

સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.

New Update

સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકેલોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસારગત તા. 11 જુલાઈની મોડી રાત્રે સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની સાઇડમાં ઊભેલી 8થી 10 બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકેતેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે કાર વધુ ગતિએ હંકારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારના ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી.

આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકોએ કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતાઅને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્ર્સ્ત 2 લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફસમગ્ર મામલે પોલીસે કારચાલક રિકેશ ભાટિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories