Connect Gujarat
સુરત 

સુરત : ડમ્પરના ડ્રાયવરે બાઇકને 40 ફુટ સુધી ઢસડતાં યુવાનનું મોત, પરિવારજનોએ કર્યો ચકકાજામ

સુરતમાં ડમ્પરો સહિત બેફામ દોડતાં વાહનો અનેક નિર્દોષ લોકોનો ભાગ લઇ રહયો હોવા છતાં પોલીસ અને આરટીઓ નકકર કાર્યવાહી કરતી નથી.

X

સુરતમાં ડમ્પરો સહિત બેફામ દોડતાં વાહનો અનેક નિર્દોષ લોકોનો ભાગ લઇ રહયો હોવા છતાં પોલીસ અને આરટીઓ નકકર કાર્યવાહી કરતી નથી. શહેરના ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે પુરઝડપે દોડતાં ડમ્પરે બાઇકને ટકકર મારતાં બાઇકસવાર યુવાનનું મોત થયું છે...

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે આવતાં બાઈક ચાલક રોડ પર પટકાયા બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઈક ચાલકના મોતની જાણ થતાં પરિવાર સહિતના લોકોએ રોષ વ્યક્ત કરતાં મૃતક પાસે જ ન્યાયની માગ સાથે બેસી ગયાં હતાં. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડમ્પર સાથે બાઇક 40 ફુટ સુધી ઢસડાઇ હતી અને તેના સીસીટીવી પણ સામે આવ્યાં છે.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતક રમેશ મહાજન હોવાનું અને ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ સ્થળ પર આવ્યાં હતાં. તેમના હૈયાફાટ રૂદને સૌના હૈયા ભીંજવી દીધાં હતાં. પરિવારજનો ન્યાયની માંગણી સાથે રસ્તા પર જ બેસી ગયાં હતાં. પોલીસની સમજાવટ બાદ તેમણે રસ્તો ખુલ્લો કર્યો હતો. સુરતના હીરાબાગ વિસ્તારમાં બસમાં લાગેલી આગની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં વધુ એક આશાસ્પદ યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે.

Next Story