Connect Gujarat
સુરત 

સુરત: સિંઘમ ફિલ્મની જેમ એમ્બ્યુલન્સમાંથી ઝડપાય રૂ.25.80 કરોડની ડુપ્લિકેટ ચલણી નોટ, જુઓ કોની થઈ ધરપકડ

સુરતના કામરેજ નજીક એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ડુપ્લિકેટ ચલણી નોટનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરતના કામરેજ નજીક એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ડુપ્લિકેટ ચલણી નોટનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીએ આ નોટ ફિલ્મ શૂટિંગમાં ઉપયોગમાં લેવાનાર હોવાનું નિવેદન આપ્યું હતું

એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની સુરતની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.48 પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી 'દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે હિતેશ કોટડિયા નામનાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા હિતેશ કોટડિયાની પુછપરછ કરાતાં નોટનો આ જથ્થો રાજકોટથી જામનગર થઈ સુરત લવાતો હોવાનું જણાવ્યું હતું. હિતેશ કોટડિયાએ આ ડુપ્લિકેટ નોટનો ઉપયોગ મુવી શુટીંગમાં કરવાના હોવાનું પોલીસને જણાવ્યું હતું અને આ હેતુથી જ નોટ લઇ જવાતી હોવાનું જણાવ્યું હતું. જેના પર 'રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા' લખેલું હતું.

કામરેજ પોલીસે ગણતરી હાથ ધરતાં નોટોની કુલ રકમ 25 કરોડ 80 લાખ જેટલી થતી હોવાનું જણાયું હતું. પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ કોટડિયાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, 'અમિર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી' નામક સ્ટોરી બનાવના હોવાથી આ માટે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટો લઈ જવામાં આવી રહી છે. હાલમાં પોલીસે તમામ નોટ કબજે લઈ લીધી છે અને હવે આગળની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, એનો હેતુ શું હતો તથા કોને આપવાના હતા જેવી તપાસ કરાશે.

Next Story