કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરતનો વિકાસ કરાશે
સુરત ઈકોનોમિક રિજીયન ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્લાનનું લોંચિંગ
દ. ગુજરાતના 6 જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો
વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ : મુખ્યમંત્રી
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
સુરતમાં માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે. કારણ કે, આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન 'ગ્રોથ હબ સુરત બનશે. ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે યોજયેલા લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમ બાદ 6 સેશનમાં ઈકોનોમિક રિજીયન, અર્બન, હાયર એજયુકેશન, પ્રવાસન, સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાયો હતો. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓ, તજજ્ઞોએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા-ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ઉદ્યોગ-કુટિર-શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય, મુખ્યમંત્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો. હસમુખ અઢિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.