સુરત : પૂર્વ પત્નીના અપહરણ પહેલા જ પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ

પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.

New Update

પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી તમંચો સહિતનો મુદામાલ મળી 10.30 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરની પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કેમધ્યપ્રદેશથી 4 ઈસમો એક દેશી હાથ બનાવટનો તમંચો લઇ સુરતમાં આવી રહ્યા છે. જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી સીમાડાથી પર્વત પાટિયા તરફ આવતા કેનાલ રોડ પાસેથી એક કારને અટકાવી હતી. પોલીસે તેમાંથી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જરઅનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલકલ્લુ ઉર્ફે રાજુ પાલ અને જોની મુન્નાલાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને મોબાઈલ તથા કાર મળી રૂ. 10.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓકટોબર 2018માં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્યાન મહિપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સબંધ બંધાતા માર્ચ 2024માં મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા. બાદમાં પતિ-પત્નીના નામ પર લીધેલા મકાનને પોતાના નામ પર કરાવવા મહિપાલસિંહ સાથે મથામણ ચાલતી હતી. તે વખતે તેમની પત્ની માર્ચ 2024ના અંતમાં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઇ જવાના ઈરાદે અન્ય 3 ઈસમો સાથે સુરત આવતો હતો. જોકેપૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તે ચારેય શખ્સોની ધરપકડ કરી હતીજ્યારે તમંચો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories