Connect Gujarat
સુરત 

સુરત : તંત્રની બેદરકારી સામે આવી, શ્વાન સિવિલ હોસ્પિટલના વોર્ડની અંદર રખડતા દેખાયા

નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઇને સતત ચર્ચામાં આવતી હોય છે નવી સિવિલ હોસ્પિટલની આબરુની લીરા કાઢતો શ્વનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

X

નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઇને સતત ચર્ચામાં આવતી હોય છે નવી સિવિલ હોસ્પિટલની આબરુની લીરા કાઢતો શ્વનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે રખડતા કૂતરા સિવિલ હોસ્પિટલના વોર્ડમાં જ રખડતા દેખાઈ રહ્યા છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંના એક વોર્ડમાં રખડતા શ્વાનોથી દર્દી અને સંબંધીઓ ભયભીત થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં દિવસે કે રાત્રિના ગ્રાઉન્ડ ફ્લોર પર શ્વાનો ફરતા દેખાતા હોય છે પણ હવે રાત્રી દરમિયાન ઉપરના માળે વોર્ડમાં પણ શ્વાનો ફરતા દેખાઈ રહ્યા છે. તે સાથે જ શ્વાનો દર્દીના પલંગ નીચે જઇ રહ્યા છે. ત્યારે દર્દીઓને ઘણી હાલાકી થઈ રહી છે. શ્વાન ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. શ્વાનો પેસેજમાં ગંદકી કરી કચરાની ડોલ ઠાલવી દેતા સફાઈ કરતાં કામદારો પણ હેરાન થઈ ગયા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓને મુલાકાતી માટે આવતા સંબંધીઓને સિક્યુરિટી ગાર્ડ પૂછપરછ કરી અંદર પ્રવેશ કરવા દેતા હોય છે તેમજ અનેક કિસ્સામાં સગા-સંબંધી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ પર સર્જાતો હોય છે ત્યારે રખડતા શ્વાનો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ નહીં પરંતુ હોસ્પિટલના વોર્ડ સુધી પહોંચી જાય છે ત્યારે હોસ્પિટલ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન ન આપતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Next Story