સુરત : ખાડી પૂરે ટેક્સટાઇલ માર્કેટમાં સર્જી તારાજી,સાડી અને સામાન પલળી જતા 100 કરોડના નુકસાનનો અંદાજ

સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

New Update
  • ખાડીપૂરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા 

  • ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડીઓ પલળી

  • પલળેલી સાડી દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન 

  • નંગના ભાવે વેચાતી સાડી કિલો ભાવે વેચી રહ્યા છે વેપારી

  • 500 દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ

સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100 કરોડના નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.અને વેપારીઓ નંગ પર વેચાતી સાડી કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપુરે વિવિધ વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે.ખાસ કરીને રઘુકલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડફ્લોરમાં ખાડીપુરના પાણી ભરાય ગયા હતા.જેના પરિણામે દુકાનોમાં સાડી સહિતનો સમાન પલળી ગયો હતો.અને વેપારીઓએ મોટુ નુકશાન થવા પામ્યું છે.હાલ વેપારીઓ દુર્ગંધ મારતી સાડીઓ દોરી પર સૂકવવા માટે પંખાનો સહારો લઈ રહ્યા છે.તેમજ જે સાડી રૂપિયા 100, 500,1000, 1500 કે 2000થી વધુના ભાવે વેચાતી હતી,તે સાડી વેપારીઓ રૂપિયા 50થી રૂપિયા 100ના કિલોના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે.જાણવા મળ્યા મુજબ 500થી વધુ દુકાનમાં અંદાજિત 100 કરોડના નુકસાનનો અંદાજ લગાવાય રહ્યો છે.
Read the Next Article

સુરત : મહિધરપુરામાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી વૃદ્ધનો આપઘાત,પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી

New Update
  • મહિધરપુરામાં વૃદ્ધના આપઘાતનો મામલો

  • બે શખ્સોના ત્રાસથી વૃદ્ધે કર્યો આપઘાત

  • દારૂનો વેપલો કરતા બે શખ્સોનો ત્રાસ

  • પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

  • બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ 

સુરતના મહિધરપુરામાં એક વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી.

સુરતના મહિધરપુરામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક વૃદ્ધે  દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોના સંબંધીઓનેSMCમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 22 લાખ લીધા હતા,અને આ રૂપિયા અન્ય કોઈ વ્યક્તિએSMCમાં નોકરીના બહાને વૃદ્ધ પાસેથી પડાવી લીધા હતા.આ બાબતે વૃદ્ધ સાથે માથાકૂટ થઇ હતી,અને વૃદ્ધે આખરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને દારૂના ધંધામાં લિસ્ટેડ અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પરિમલ અગાઉ એક ગુનામાં પકડાયો હતો,જ્યારે અશોક રાણા 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે.અને ત્રણ વખત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.