Connect Gujarat
સુરત 

સુરત : સાંકેતિક બંધના એલાનના પગલે કોંગી કાર્યકરો રસ્તે ઉતરતા પોલીસ દ્વારા અટકાયત કરાય...

X

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં સાંકેતિક બંધના એલાનના પગલે સુરત ખાતે કોંગ્રેસના કાર્યકરો રસ્તે ઉતરી આવ્યા હતા, જ્યાં લોકોને બંધને સહકાર આપવા અપીલ કરતાં પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

દેશમાં વધતી અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાક સુધી સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે લોકોને બંધ પાડવા અપીલ કરી હતી. જેમાં દર્શન નાયકને દુકાનદારો અને વેપારીઓએ સહકાર આપી બંધ પાડ્યું હતું. આ દરમ્યાન ઓલપાડ પોલીસ દ્વારા દર્શન નાયક સહિત કોંગી હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Next Story
Share it