-
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસનું કોમ્બિંગ
-
ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ
-
50 હિસ્ટ્રી શીટરના લિસ્ટ સાથે 1600થી વધુ ઘરોની તપાસ
-
પ્રથમવાર પોલીસે 4 ડ્રોન કેમેરાથી એરિયલ ચેકિંગ હાથ ધર્યું
-
ચેકિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત સાથે પૂછપરછ
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજીક પ્રવૃતિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસમાજીક તત્વો વિરુદ્ધમાં પગલા લેવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ મથકના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવી ગત મોડી રાતથી વહેલી સવાર સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસે 4 ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ હાથ ધર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. જેઓની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી.