સુરત મહાનગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી..ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી લોકોને પાણીની બચતની સલાહ આપતું પાલિકા તંત્ર જ ખુદ પાણીનો બગાડ કરી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા પાણી બચાવ માટે લોકોને અપીલ કરતી હોય છે..
પરંતુ મહાનગરપાલિકા જ પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ચીકુવાડી પાસે છેલ્લા બે દિવસથી પીવાનું પાણી ઉભરાઈ રહ્યું છે બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. બીજી બાજુ રોડ પર પાણી ઉભરાતા રાહદારીઓને અવર-જવર માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે.