સુરત : વાલક પાટીયાની કરૂણેશ હોમ્સમાં બાળક પર ચારથી પાંચ શ્વાનનો હુમલો,ગંભીર ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ

સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડતા શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા.

New Update
  • વાલક પાટીયા પાસે બાળક પર શ્વાનનો હુમલો

  • સાડા ત્રણ વર્ષીય બાળક પર ચારથી 5 શ્વાનનો હુમલો

  • બાળકને શ્વાનોએ બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત 

  • શરીર અને માથાના ભાગે 30થી વધુ ટાંકા લાગ્યા

  • મનપા દ્વારા રખડતા શ્વાનો સામે કાર્યવાહી હાથ ધરાય

સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડતા શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા.ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટીયા ખાતે આવેલ કરૂણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા હિમલ બાયકનો સાડા ત્રણ વર્ષીય પુત્ર ગણેશ સવારે ઘર પાસે રમી રહ્યો હતો,ત્યારે ધસી આવેલા 4થી 5 જેટલા શ્વાનો તેની ઉપર પર તૂટી પડ્યા હતા,અને હુમલો કરી તેના શરીરે બચકા ભર્યા હતા.

શ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કણસી રહ્યો હતોત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા શ્વાનોને ભગાડ્યા હતા અને બાળકને વધુ બચકાથી બચાવવામાં આવ્યું હતુંપરંતુ શ્વાનોએ બાળકના માથા અને શરીર ઉપર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોંકી ગયા હતાતેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતુ.

વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનોના હુમલામાં માથા અને શરીરના ભાગે 30થી 35 જેટલા ટાંકા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું.અને પાલિકાની શ્વાન પકડવાની ટીમો તાત્કાલિક કરુણેશ હોમ્સ ખાતે પહોંચી હતી. સ્થાનિકોના રોષ વચ્ચે પાલિકાએ સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Latest Stories