સુરત: નવા વર્ષથી ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે ચુસ્ત રીતે પાલન, નહીં તો થશે પોલીસ કાર્યવાહી

સુરત શહેરમાં નવ વર્ષથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે.પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

New Update
  • નવા વર્ષથી પોલીસ કરશે કાર્યવાહી

  • ટ્રાફિક નિયમનું કરવું પડશે પાલન

  • નિયમ તોડવા પર થશે કાર્યવાહી

  • જાહેરમાં ગંદકી કરનાર સામે થશેFIR

  • શાળા કોલેજોમાં જાગૃતતા અભિયાન યોજાશે 

સુરત શહેરમાં નવ વર્ષથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે.પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં પોલીસ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી હતી,જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વર્ષ 2025 માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં નવા વર્ષથી વાહન ચાલકોએ ચુસ્તપણે ટ્રાફિક નિયમનું પાલન કરવું પડશે,જો વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે જાહેર રસ્તા પર સ્પિટિંગ કરનાર લોકો સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.જેમાં CCTVની મદદથી પોલીસ ગંદકી કરનારને શોધીને ફરિયાદ દર્જ કરશે.અને શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવશે.આ સમગ્ર બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.

Latest Stories