સુરત: ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઇ રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBનાં છટકામાં ઝડપાયા

સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.

New Update
Advertisment

સુરતમાં લાંચિયો અધિકારી ACBના રડારમાં ઝડપાયો

Advertisment

ગોપીપુરા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા 

કેસ ન નોંધવા માટે રૂપિયા 1 લાખની માંગી હતી લાંચ

બનાસકાંઠા ACBએ PSIની લાંચ લેતા રંગે હાથ કરી ધરપકડ

ACBની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ   

સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Advertisment
સુરત અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી,જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનનાં PSI લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા 3 લાખની માંગ કરી હતી,પરંતુ અંતે રકઝક બાદ રૂપિયા 1 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ,જોકે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી,જે ફરિયાદને આધારે ACB દ્વારા સુરત રેલવે  સ્ટેશનના બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર ઉપર ટ્રેપ ગોઠવી હતી,અને ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખની લાંચ સ્વીકારવા જતા PSI લલિત પુરોહિતને ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,અને સુરત ACBને હવાલે કરી દીધા હતા.ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો,અને હાલ લલિત પુરોહિત સામે ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.   
Latest Stories