Connect Gujarat
સુરત 

સુરત : પિયર જવાનું ના કહેતા મૂળ આસામની પુત્રવધૂએ કરી ગુજરાતી સાસુની હત્યા...

સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી,

X

સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી, ત્યારબાદ હત્યારી વહુ ઘરને તાળું મારીને આસામ જવા ભાગતિ વેળા પતિએ પત્ની અને તેના 2 ભાઇઓને સુરત રેલ્વે સ્ટેશનેથી પકડી પોલીસને સોંપ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના નેસડી ગામનો રત્ન કલાકાર સંદિપ ઉર્ફ દેવો સરવૈયા હાલમાં સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલ પરિમલ સોસાયટીમાં રહે છે. 4 વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી સંદિપનો પરિચય મૂળ આસામના દિબ્રુગઢની દિપીકા મંડલ સાથે થયો હતો. બન્ને વચ્ચે પ્રેમ થતા લગ્ન કરી સુરત રહેવા આવી ગયા હતા. ત્યારબાદ દિપીકાના 2 ભાઈઓ પણ સુરત આવીને દિપીકાના ઘરે જ રહેવા લાગ્યા હતા. ગત શનિવારની રાત્રે સંદિપ નોકરી પર ગયો હતો, ત્યારે સંદિપના પિતાનો તેમના વતનથી ફોન આવ્યો કે, તારી મમ્મીને ફોન નથી ઉપાડતી. જેથી સંદિપે પણ ઘરે મમ્મીને અને પત્ની દિપીકાને ફોન કર્યા હતા. જોકે, 25થી વધુ વખત ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યો નહતો. સંદિપે ઘર પાસે રહેતા બનેવીને ઘરે જઈને તપાસ કરવાનું કહેતા ઘરની બહાર દરવાજા પર તાળું લટકતું જોવા મળ્યું હતું.

બનેવીએ સંદિપને આવી જાણ કરતા સંદિપે બનેવીને સુરત રેલ્વે સ્ટેશને જવા કહી પોતે પણ રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં સ્ટેશન પર દિપીકા અને તેનો ભાઈ દિપાંકર સાથે જ નાનો ભાઈ મળી આવ્યા હતા. જોકે, બન્નેને લઈને પરત આવતા ઘરમાં જોતાં સંદિપની માતા વિમળાબેનનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મામલે દીપિકાને પુછતા તેણીએ જણાવ્યુ કે, તે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી, ત્યારે સાસુ વિમળાબેને જવાની ના કહ્યું હતું. જેથી તેમની વચ્ચે ઝઘડો થતાં દિપીકા અને દિપાંકરે વિમળાબેનનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી. ઘટના બાદ સંદિપે આરોપી દિપીકા અને તેના ભાઈ દિપાંકર વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Next Story