સુરત : પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા,પેપ્સી,ફ્રૂટી સહિત અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.

New Update
  • પાંડેસરામાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા

  • ઝાડાઉલટી સહિત તાવના વધી રહ્યા છે ચિંતા જનક કેસ

  • લોકોના સ્વાસ્થ્યને હાનિકારક ઠંડાપીણાનો જથ્થો ઝડપાયો

  • મોટી માત્રામાં પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો

  • દુકાનદારો માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા

  • આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ફફડાટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે. મનપાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણુ વેચી રહ્યા હતા. આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સીફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણુ હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે. બરફની પેપ્સીફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સીફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણુ વધુ પસંદ કરતા હોય છે. પાંડેસરાઉધનાડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છેજેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રુડ1 હજારથી વધુ પેપ્સી7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય અધિકારી પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કેઆરોગ્ય વિભાગે 80 કિલો ખાદ્ય પદાર્થો1000થી વધુ પેપ્સીની બોટલો અને 7 લીટર ફ્રુટી કબજે કરી નાશ કર્યો હતો. હાલ પાંડેસરાઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે.

Read the Next Article

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં મળ્યો પહેલો ક્રમ,પાલિકા તંત્ર અને સફાઈ કર્મીઓમાં ખુશી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

New Update
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે

  • કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન

  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ

  • સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન

  • મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.

આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.