સુરત: હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને પાઠાવ્યું આવેદનપત્ર,ગૌ શાળા ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ

સુરતના હિન્દૂ સંગઠન દ્વારા આજ રોજ સુરત જિલ્લા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

New Update
સુરત: હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને પાઠાવ્યું આવેદનપત્ર,ગૌ શાળા ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ

સુરતના નાના વરાછા ખાતે આવેલ રામજી મંદિર અને તેની ગૌશાળાના જુના ટ્રસ્ટીઓ દ્વારા ખોટા સરકારી દસ્તાવેજી કાગળો ઉભા કરી વેચાણ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનો અને મંદિરમાં આશરો લેતા સાધુ-સંતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

સુરતના હિન્દૂ સંગઠન દ્વારા આજ રોજ સુરત જિલ્લા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નાના વરાછા ખાતે વર્ષો જૂનું રામજી મંદિર અને ગૌશાળા આવેલ છે.જે ગૌશાળામાં આશરે 150 જેટલી ગૌમાતા અને મંદિરમાં સાધુ-સંતો આશરો લેતા આવ્યા છે.અહીં અન્નદાન સહિતની સેવાકીય પ્રવૃતિઓ ચાલી આવી છે પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ખોટા સરકારી દસ્તાવેજી કાગળો ઉભા કરી જગ્યા વેચાણ કરી દેવામાં આવી છે.જેના કારણે આશરો લઈ રહેલા સાધુ-સંતો અને 150 જેટલી ગૌમાતા મુશ્કેલીમાં મુકાઈ છે.જેના પગલે સાધુ-સંતો અને હિન્દૂ સંગઠનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.જેના વિરોધમાં આજ રોજ હિન્દૂ સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં સાધુ-સંતો દ્વારા જિલ્લા ક્લેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

Latest Stories