પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
ગૃહ રાજ્યમંત્રી હસ્તે શસ્ત્ર પૂજન કરાયું
ગૃહ રાજ્યમંત્રીએ શ્રી રામની કરી પ્રાર્થના
આધુનિક હથિયારોનું પણ કર્યું પૂજન
દેશવાસીઓને દશેરા પર્વની પાઠવી શુભેચ્છા
સુરત પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાસ્ત્રોક્ત અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ દ્વારા દશેરાના પાવન અવસર નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું. હર્ષ સંઘવીએ દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી.લોકોની રક્ષા માટે જે શસ્ત્રો સુરત પોલીસ પાસે છે તે તમામ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. જ્યાં હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.