સુરત : બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ બિહારથી ઝડપાયો...
કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં અખિલેશ કુમાર નામનો વ્યક્તિ પ્રેમલગ્ન બાદ છેલ્લા 7 વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો. જોકે, છૂટાછેડા બાદ પુત્રને સાથે રાખવા બાબતે બન્ને પતિ-પત્ની વચ્ચે વારંવાર વિખવાદ થતો હતો, ત્યારે રોષે ભરાયેલા પતિ અકલેશકુમારે બાળકો સામે જ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કરનાર પતિ અખિલેશકુમારની બિહારમાં પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. જેની વધુ પૂછપરછમાં અખિલેશકુમારે સુરતમાં પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જે બાદ બિહાર પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસે અખિલેશકુમારની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.