સુરત: ચોમાસામાં આરોગ્ય વિભાગે આળસ મરડી, 110 ટીમો દ્વારા ચેકીંગ શરૂ

સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે  પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે..

New Update

સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક જગ્યાએ મચ્છરનું બ્રીડિંગ મળી આવતા રૂ.15 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે

સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે  પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે.. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ બાંધકામની સાઈટ પર 110 ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેમાં છેલ્લા 15 દિવસો માં 39 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.જાન્યુઆરીથી જુલાઈ સુધી માં 189 કેસ નોંધાયા છે.સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે જે જગ્યા પરથી મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા છે ત્યાં દંડ પણ ફટકાર્યો છે..જેમાં છેલ્લા બે માસની અંદર 15 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
Latest Stories